Monday, 30 October 2017

Vacation Time Fun

વિવાન ઘણી બાળપણ ની યાદો ને પાછી લાવી રહ્યો છે. વેકેશન માં ક્યાં જવાનું - મામા ઘરે, માસી ઘરે, નાના-નાની ઘરે....

નાના-નાની ઘરે જવાનું કોને ન ગમે!! દરેક નાના ભૂલકાઓ રાહ જોતા હોય કે વેકેશન પડે કે મામા ઘરે જઇયે, નાના-નાની ઘરે જઇએ. પણ આજ-કાલ જમાનો બદલાય રહ્યો છે. વેકેશન પડે એટલે છોકરાઓ પૂછે છે કે ક્યાં ફરવા જવાના!!! 

આ દિવાળી વેકેશન માં અમે પણ દિવાળી પરિવાર થી દૂર ઉજવી. અમે કેરેલા ફરી ને આવ્યા અને બહુ માજા પણ કરી. પણ પાછા આવી ને વિવાન મને પૂછે કે આપડે આજે નાના ઘર જમવા જવાના છે મમ્મા? નાની ને ચિકનગુનિયા થયેલો એટલે મેં વિવાન ને સમજાવ્યું કે ના નથી જવાના કેમકે નાની ને મચ્છર કરડી ને તાવ આયવો છે, અને ચિકનગુનિયા થયો છે. વિવાન ને આટલી મજા કર્યા પછી પણ નાના-નાની, મામા-માહી ની કમી સારી રહી હતી. તરત પૂછ્યું, નાની ક્યારે ઠીક થશે. મારે ત્યાં જવું છે. 

અમે બંને એની સાથે જોબ અને બૂઝિનેસ્સ ના લીધે સતત નથી રહેતા છતાં વિવાન માટે ફેમિલી માં બધા હોઈ તો વધારે મજા પડે. એનું વેકેશન હતું અને અમે કામ પર પાછા લાગ્યા. નાના, મામા, માહી બધા ઘરે બીજા દિવસે મળવા આવ્યા પણ નાની ની કમી હજી પણ હતી. નાના ને તરત પૂછ્યું, નાની ક્યારે ઠીક થશે?

બે-ત્રણ દિવસ રહી ને મેં સવારે ઉઠતા વેંત પૂછ્યું કે નાના ઘરે જવું છે વિવાન? અને એના હરખ નો કોઈ પાર જ ના રહ્યો!!! પેલો સવાલ હતો, નાની ઠીક થઇ ગયા મમ્મા? અને જેવું મેં કીધું કે હા નાની ઠીક થઇ ગયા, એ તો ભૂલી ગયો કે મમ્મા ઓફિસે જવાની છે. પથારી માંથી ભાઈ ઉઠી, પોતાના રમકડાં ની બેગ ભરી, સેન્ડલ પેહરી, અને કે ચાલો, મને મૂકી જાવ. બ્રશ, દૂધ બધું નાના ઘરે કરીશ. અને લિફ્ટ પાસે જય, લિફ્ટ બોલાવી ને ઉભો રહી ગયો. ચાલો જલ્દી કરો લિફ્ટ આવી ગઈ છે. એ સાંભળવા જ તૈયાર નતો કે ઓફિસે જતા ડ્રોપ કરીશું!! દૂધુ તો નાના ઘરે હોઈ, બ્રશ પણ ત્યાં કરી લઈશ મમ્મા! 

અને જે હરખ હતો એની આંખો માં, એ જોઈ ને મને મારુ બાળપણ યાદ આવી ગયું કે વેકેશન માં મામા-માસી-બા-બાપા ના ઘરે જવા કેવી ઉજમ હતી. અને મને ખુશી છે કે વિવાન કેરેલા ની ટ્રીપ પછી પણ નાના-નાની ને મિસ કરી રહ્યો હતો. અને હરખ માં વધારો એ કે એને નાના-નાની પાસે થી દિવાળી ની ગિફ્ટ પણ મળી. નાના ને પૂજા ન કરવા દીધી અને ટ્રેન ટ્રેકસ બનાવ્યા, નાની સાથે સેલ લઇ આવ્યો અને માજા કરી. નાની ના હાથ નું રીંગણાં-બટાટા નું શાક ખડું જે ફેવરેટ છે એનું. સાંજે જયારે મામા માહી આવ્યા અને મામા એ ટ્રેન ટ્રેક આખા બનાવી આપ્યા, એના હરખ નો તો કોઈ પાર જ ના રહ્યો!!!

રાત્રે જમવા માં માહી એ બનાવેલા વડા પાવ ખાધા અને ફેમિલી સાથે ડિનર કરી, પાપા આવ્યા તો ટ્રેન બતાવી, અને આખરે મમ્મા ની પાસે આવી કહે, હવે નીનુ આવે છે!

ઘરે જય ને ખુશ ખુશ હતો અને આ નાના ઘર જવાનું હરખ ત્રણ દિવસ ચાલ્યું. આજે સ્કૂલ ફરી ચાલુ થઇ અને વેકેશન ની મજા પુરી થઇ.

બાળપણ ની આવી નાની નાની યાદો મોટા થતા આંખો માં હર્ષ ના આંસુ લાવી દે છે!!!

No comments:

Post a Comment

मेरे पापा

मेरे पापा जैसा कोई नहीं.... जब मैं स्कूल में थी... कुछ 13 या 14 साल की उम्र में साइकिल के दो पहियों पर हर जगह जाती थी सहेलियों के साथ अप...